છેલ્લા એક મહિનાથી દીપડાનો આતંક : ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે નાકામયાબ વાંકાનેર : છેલ્લા દસ દિવસથી કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે અને લોકો કોરોના ભયના હેઠળ જિંદગી જીવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા હોલમઢ તેમજ આજુબાજુના ગ્રામજનો દીપડાના આતંકના ભયના વાતાવરણ વચ્ચે જિંદગી જીવવા મજબુર બન્યા છે. છેલ્લા એક મહિના દરમિયાન જાલસીકા આસપાસના વિસ્તારમાં દીપડાએ અંદાજિત ૨૫ જેટલા પશુઓનુ મારણ કરે છે તેમજ હોલમાતાજી મંદીરની ગૌશાળામાં ગાય તેમજ વાછડીઓ મળી કુલ પાંચનું મારણ કરેલ છે. છેલ્લા એક મહિનાથી દીપડાના સતત આતંકની વચ્ચે ગ્રામજનો ભય હેઠળ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં તેમના દ્વારા દીપડાને પકડવા માટેના પ્રયાસો હાથ ધરેલ પરંતુ ફક્ત એક જ પીંજરુ મૂકવાથી દીપડો હાથ લાગેલ નથી અને દીપડા નો ભય સતત ગ્રામજનોની માથે ઝળુંબી રહ્યો છે. ગતરાત્રીના હોલમાતા મંદિર ગૌશાળામાં ફરી પાછો દીપડો ત્રાટક્યો હતો જ્યાં 400 ગાયોની વચ્ચે એક વાછરડીનું મારણ કરેલ. ગાયો પણ દીપડાના આતંકથી ગૌશાળામાં પાણી પીવા જતાં હાલ ડરી રહી છે. હાલ તો ગૌશાળા દ્વારા દિવાલની ઉપરના ભાગે તાત્કાલિક વાળ બનાવવાનું ચાલુ કરવામાં આવેલ છે ત્યારે ગ્રામજનોની માંગણી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક ધોરણે વધુ પાંજરા મૂકી આ દીપડા ને ઝડપી પાડી લોકોને દીપડાના ભયથી છુટકારો અપાવે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/