મોદીની પહેલને મોરબીવાસીઓનું અભૂતપૂર્વ સમર્થન : લોકોએ દીપ, મોબાઈલની ફ્લેશ લાઈટ કરી થાળીનાદ પોલીસ સહિત સુરક્ષાકર્મીઓનું અભિવાદન કર્યું મોરબી : કોરોના સામેની લડાઈ માટે લોકડાઉન લાગુ કરતા હાલ સમગ્ર દેશવાસીઓ ઘરોમાં પુરાઈ ગયા છે.ત્યારે કોરોના સામે લડવા માટે દેશવાસીઓમાં અદભુત આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તે માટે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ જોગ સંબોધન કરીને રવિવારે રાત્રે 9 વાગ્યે લોકોને ઘરની લાઈટ બંધ રાખીને ઘરના દરવાજે કે બાલ્કનીમાં ઉભા રહીને દીપ પ્રગટાવવાની હાકલ કરી હતી.મોદીની આ અપીલને સીરામીક નગરીમાં અદભુત જન સમર્થન મળ્યું હતું.મોરબીવાસીઓએ કોરોનાના અંધકારને હટાવીને પ્રકાશની મહાશક્તિનો અદભૂત અહેસાસ કર્યો હતો. મોરબીમાં આજે રાત્રે નવ વાગતાની સાથે ઘરમાં પુરાય રહેલું જનજીવન એકદમ ઘરના દરવાજે કે બાલકનીમાં આવી ગયું હતું.મોટાભાગના લોકોએ વડાપ્રધાન મોદીની પહેલને વધાવીને ઘરના દરવાજે એકઠા થયા હતા.તમામ લોકોએ પોતાના ઘરની લાઈટ બંધ કરી દીધી હતી અને ઘરના દરવાજે કે બાલ્કનીમાં ઉભા રહીને દિપક પેટાવ્યા હતા.તો ઘણા લોકોએ મોબાઈલની ટોર્ચની રોશની ફેલાવી હતી.મોટાભાગના લોકો એકીસાથે 9 મિનિટ સુધી આ રીતે પ્રકાશને ફેલાવતા રાત્રીના સમયે આ રોશનીનો અદભુત નજારો જોવા મળ્યો હતો.આખા મોરબી શહેરમાં ઘરની અંદર અંદર અને ઘરના દરવાજે તથા બાલ્કનીમાં અજવાળા પથરાયા હતા.ઘરની લાઈટો બંધ કરીને લોકોએ દીપ પ્રાગટ્ય કરી તેમજ મોબાઈલની ફ્લેશ લાઈટ પ્રજજ્વલિત કર્યા હતા અમુક લોકોએ થાળીનાદ પોલીસ સહિતના સુરક્ષકર્મીઓનું અભિવાદન કર્યું હતું.શહેરના અવની ચોકડી સહિતના દરેક વિસ્તારમાં પ્રકાશને ઉજાગર કરીને કોરોનાને હરાવવા સમગ્ર મોરબીવાસીઓ એકજુટ થયા હતા.અત્યાર સુધી લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ રહ્યા છે અને કોરોનાને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે અને ઘણા લોકો તો માનસિક તણાવ અનુભવી રહ્યા છે આવા સમયે મોદીની પહેલથી લોકોએ પ્રકાશની મહાશક્તિનો અહેસાસ કર્યો હતો આથી લોકોમાં કોરોનો સામે લડવા માટે અદભુત આત્મ વિશ્વાસનો સંચાર થયો છે.