ટંકારા : સમગ્ર ટંકારા પંથકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને ઘરે-ઘરે અભૂતપૂર્વ સમર્થન મળ્યુ હતું. જેમાં ટંકારાના રાજબાઈ ચોક ખાતે 1008 દિવા પ્રગટાવયા હતા અને પ્રશાસન, પોલીસ, પત્રકારો, ડોકટર અને સફાઈ કામદારોની કામગીરીને બિરદાવીને આ પ્રકાશની સલામી આપી હતી. તેમજ ટંકારા શહેર અને જુદા જુદા ગામડામા પણ ઘરે ઘરે દીપ પ્રગટ્યા હતા. મુખ્ય ચોક ખાતે મોરબી પોલીસ, ટંકારા પોલીસ સ્ટેશન લખી 1008 દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. તેમજ તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલાએ પરપ્રાતિય મજુરના ઝુપડે જઈ દિવા કરી કોરોના સામે લડતમા સહયોગી બનવા અપિલ કરી હતી. આ રીતે સમગ્ર ટંકારા પંથકના વાસીઓએ કોરોનાના અંધકારને દૂર કરવા પ્રકાશ પર્વ ઉજવ્યું હતું.