ગામના વતનીએ પોતાના માતા-પિતાના સ્મરણાર્થે ગ્રામજનો માટે સુવિધા ઉભી કરી મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે સ્મશાનમાં પ્રાર્થના હોલ અને શબવાહીનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના વતનીએ પોતાના માતા-પિતાના સ્મરણાર્થે ગ્રામજનો માટે સુવિધા ઉપલબ્ધ કરી છે. મોરબીના મહેન્દ્રનગર ગામના વતની જીવરાજભાઈ છગનભાઇ આદ્રોજાએ પોતાના માતા-પિતાની સ્મૃતિરૂપે શબવાહીની અર્પણ કરી હતી. સાથેસાથે દિલીપભાઈ નથુભાઈ ભોરણીયાએ પોતાના સ્વર્ગસ્થ પિતાની સ્મૃતિરૂપે તેમના મિત્રો બાલુભાઈ કાવર અને હર્ષદભાઈ રાંકજાના સહકારથી સ્મૃતિરૂપે સ્મશાનમાં પ્રાર્થના હોલનું લોકપર્ણ કર્યું હતું. જો કે સ્મશાનમાં પ્રાર્થના હોલ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે, દર વખતે ચોમાસામાં સ્મશાનની બહાર રાખેલા લાકડા વરસાદમાં પલળી જતા હતા. આથી હવે એ લાકડાઓ પ્રાર્થના હોલમાં રાખી શકાશે. આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગોપી મંડળની ગોપીઓ દ્વારા ધૂન ભજન તેમજ સુંદરકાંડ અને દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..