ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હસ્તે લોકાર્પણ થશે મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું ગુરુવારે લોકાર્પણ થનાર છે. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ થશે. મોરબીના પરશુરામધામ ખાતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગ્રાન્ટ તથા મોરબી નગરપાલિકા અને પરશુરામધામના આર્થિક યોગદાનથી કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આથી પરશુરામધામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હોલના લોકાર્પણ કાર્યક્રમનું પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા 19 ના રોજ ગુરુવારે સાંજે 5-30 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. પરશુરામધામ ખાતે યોજાનાર આ કર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ થશે. આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, બ્રહ્મસમાજ યુવક મંડળ, પરશુરામધામ યુવા ગ્રુપ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, ગાયત્રી મંદિર સહિતની સંસ્થા ભારે જહેમત ઉઠાવી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..