મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં અને કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સૌથી વધુ ઘઉંની આવક થઇ હતી.મોરબી યાર્ડમાં આજે ઘઉંની 8445 મણ આવક થઇ હતી. જે ગઈકાલની તુલનાએ 3455 મણ જેટલી ઓછી છે. ઘઉંનો ભાવ આજે મણે નીચામાં 445 અને ઉંચામાં 667 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 30 રૂપિયા વધુ અને ઊંચામાં 7 રૂપિયા ઓછો બોલવામાં આવ્યો હતો.આ ઉપરાંત યાર્ડમાં કપાસની આવક આજે 1400 મણ થઇ હતી જે ગઈ કાલની તુલનાએ આજે 1075 મણ જેટલી ઓછી જોવા મળી છે. કપાસનો ભાવ મણે નીચામા 1325 અને ઉંચામાં રૂપિયા 1551 પ્રતિ મણ બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 74 રૂપિયા વધારે અને ઊંચામાં 6 રૂપિયા વધુ ભાવ ખેડૂતોને ઉપજ્યા હતા.જણસીઆવક(કવીન્ટલમાં ) નીચો ભાવ(મણે ) ઉંચો ભાવ (મણે )કપાસ280 રૂ. 1325 રૂ. 1551ઘઉં1689રૂ. 445રૂ. 667તલ8રૂ. 2276રૂ. 2542મેથી6રૂ. 900 રૂ. 1036મગફળી64 રૂ. 900 રૂ. 1274તુવેર17રૂ. 2071 રૂ. 2225જુવાર6 રૂ. 642 રૂ. 750જીરું390 રૂ. 4100 રૂ. 4420ધાણા18 રૂ. 1300 રૂ. 1640વરિયારી94 રૂ. 1050 રૂ. 1236સુવાદાણા25 રૂ. 1024 રૂ. 1155ચણા270 રૂ. 955 રૂ. 1199એરંડા104 રૂ. 1070 રૂ. 1100રાયડો5 રૂ. 1100 રૂ. 1172રાય52 રૂ. 870 રૂ. 968