મોરબી જિલ્લામાં 24 કલાકમાં 12 સામે કાર્યવાહી : હળવદ પંથકમાં કોવિડ જાહેરનામા ભંગના એકેય કેસ ન નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડ જાહેરનામા ભંગ બદલ 12 સામે કાર્યવાહી કરી હતી. જેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ 6 રીક્ષાચાલકો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જો કે કોવિડની બીજી લહેર એકદમ શાંત પડી જતા કોવિડ જાહેરનામા ભંગના કેસમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકારે 10 જુલાઈથી રાત્રી કફર્યુ મુક્તિ આપવાની જાહેરાત કર્યાની વચ્ચે મોરબી શહેરમાં ગતરાત્રે રાત્રી કફર્યુ ભંગના માત્ર બે કેસ નોંધાયા હતા. જ્યારે મોરબીમાં વેપારના સ્થળે માસ્ક પહેર્યા વગર ભીડ એકત્ર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા જુના કપડાંની લારીધારક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા 4 રીક્ષાચાલકો, વાંકાનેરમાં માસ્ક પહેર્યા વગર નીકળીને ઉપરથી દંડની આનાકાની કરતા બાઈકચાલક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા એક રીક્ષાચાલક, ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક રીક્ષાચાલક, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા 2 રીક્ષાચાલકો સહિત 12 સામે પોલીસે કોવિડના જાહેરનામા ભંગ બદલ કર્યાવહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાંથી વેકસીનેશન બંધ છે. ત્યારે મોરબી જિલ્લામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરવા સામેની કાર્યવાહી પણ સીમિત કરી દેવામાં આવી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં એકમાત્ર ટંકારામાં જ આ અંગેનો કેસ નોંધાઈ છે અને એ પણ એક જ કેસ નોંધાઈ છે. જ્યારે હળવદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ જાહેરનામાના એકપણ કેસ નોંધાતા નથી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..