મોરબી : આજે 26 જાન્યુઆરીની દેશભરમાં ગૌરવભેર ઉજવણી થઈ છે, ત્યારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે મોરબી -2 ખાતે આવેલા શ્રી સૂર્યમુખી હનુમાનજી દાદાને પણ તિરંગા વાળા વાઘાનો શણગાર કરાયો છે. આ દિવ્ય શણગાર દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો છે.