મોરબી : કોરોના મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા આઈટીઆઈ હેઠળ ચાલતા વોકેશનલ કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા નિર્ણય કર્યો છે. કોરોના મહામારીના લીધે રાજ્યમાં ઉપસ્થિત થયેલ વિપરીત સંજોગોને ધ્યાને લઈ, રાજ્યની આઇટીઆઈમાં વોકેશનલ ટ્રેનિંગ (GCVT) કક્ષાના તાલીમાર્થીઓને Mass Promotion આપવાની બાબતે સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે નોન એફિલેટેડ વ્યવસાયોના અને મૂળ રાજ્ય વ્યવસાય કસોટીના (રિપીટર સહિતના) તાલીમાર્થીઓને Mass Promotion આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત GCVT કક્ષાના CTS Non-Affiliated વ્યવસાયોના અને મૂળ રાજ્ય વ્યવસાય કસોટીના (રિપીટર સહિતના) તાલીમાર્થીઓની Theoretical વિષયોની પરીક્ષા બાકી છે. જે તાલીમાર્થીઓની હોલ-ટીકીટ જનરેટ થયેલ, તેઓને Theoretical વિષયોમાં Mass Promotion આપીને પરીણામ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે છે. ઉપરાંત તાલીમાર્થીઓ પૈકી જો કોઈ તાલીમાર્થી પ્રેક્ટિકલ અથવા એન્જીનિયરીંગ ડ્રોઈંગ પરીક્ષામાં નાપાસ થતો હોય, તો તેને ગ્રેસિંગ માર્ક્સ આપીને, મિનિમમ પાસીંગ માર્ક્સ આપી, બાકીના Theoretical વિષયોમાં Mass Promotion આપીને પરીણામ તૈયાર કરવાનું રહેશે. હોલ-ટીકીટ જનરેટ થયેલ હોય, તેવાં તાલીમાર્થીઓની પ્રેક્ટિકલ અને એન્જીનિયરીંગ ડ્રોઈંગ વિષયની પરીક્ષા લેવાયેલ છે, તેમાં ગેરહાજર રહેલ તાલીમાર્થીઓને પણ Mass Promotion આપીને પરીણામ જાહેર કરવાનું રહેશે. તેવો આદેશ ગાંધીનગરથી કરવામાં આવ્યો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..