હવે જમીન સંપાદન અને સર્વેક્ષણ માટે જિલ્લા મથકે જવાની જરૂર નહીં; તાલુકા કક્ષાએ જ મળશે ઝડપી સેવાઓમોરબી : મોરબી જિલ્લાના નાગરિકો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવા માટે જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ તેમજ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના આદેશાનુસાર, અગાઉ જિલ્લા કક્ષાએ થતી 'જિલ્લા નિરીક્ષક જમીન દફતર' (DILR) વર્ગ-2 ની કામગીરી હવે સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનશે.તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે મોરબી જિલ્લામાં નવી 6 તાલુકા કક્ષાની 'જમીન દફતર નિરીક્ષક' (ILR) વર્ગ-2 ની કચેરીઓ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થાથી અરજદારોને જિલ્લા મથકે ધક્કા ખાવા નહીં પડે અને ઘરઆંગણે જ ત્વરિત સેવા મળશે. કઈ કચેરી ક્યાં શરૂ થઈ? 1. જમીન દફતર નિરીક્ષક, મોરબી (શહેર): સીટી સર્વે કચેરી, તાલુકા સેવા સદન, લાલબાગ, રૂમ નં. 142 થી 145, મોરબી-2.2. જમીન દફતર નિરીક્ષક, મોરબી (ગ્રામ્ય): ડી.આઈ.એલ.આર. કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. 202 થી 209, કલેક્ટર કચેરી, સો-ઓરડી વિસ્તાર, મોરબી-2.3. જમીન દફતર નિરીક્ષક, ટંકારા: ગ્રામ પંચાયત કચેરી (મંત્રી ક્વાર્ટર વાળુ મકાન), શાક માર્કેટ પાસે, રાજબાઈ ચોક, ટંકારા.4. જમીન દફતર નિરીક્ષક, વાંકાનેર: સીટી સર્વે કચેરી-વાંકાનેર તથા સબ ટ્રેઝરી વાંકાનેર, દાણાપીઠ ચોક, જૂની જેલ, વાંકાનેર.5. જમીન દફતર નિરીક્ષક, હળવદ: જૂની સરકારી હોસ્પિટલ, આંબેડકર સર્કલ પાસે, હળવદ.6. જમીન દફતર નિરીક્ષક, માળિયા (મી.): પશુ દવાખાનું, માળીયા (મી.) નો પરિસર.મોરબી જિલ્લાના તમામ જમીનધારકો, ખેડૂતો અને જાહેર જનતાને જમીન દફતરને લગતી કામગીરી માટે પોતાના સંબંધિત તાલુકાની આ નવી કચેરીઓનો જ સંપર્ક સાધવા મોરબીના સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્ઝ મયુર કરમટાની યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #LandRecords #DILR #MorbiAdministration #RevenueDepartment #GujaratGovernment