હળવદ : હળવદના સુંદરગઢ ગામે એક યુવાને નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ આ બનાવ અંગે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ આદરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે આવેલ નદીના પુલ ઉપરથી હિતેશભાઈ હિરાભાઈ ઉ.વ.30એ કોઇ કારણોસર નદીમાં છલાંગ લગાવી હતી. આ અંગે મોરબી ફાયર વિભાગ અને હળવદ પોલીસને જાણ કરતા બન્ને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોરબી ફાયર વિભાગના દિનેશભાઈ પડાયા, વિજયભાઈ ડાભી, પ્રીતેશભાઇ નગવાડિયા, સલીમભાઇ નોબે સહિતની ટીમે યુવાનના મૃતદેહને નદીની બહાર કાઢ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર યુવાને આપઘાત કર્યો હતો. જો કે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.