હળવદના માથક ગામે સુંદરીભવાની જવાના રોડ પાસેની ઘટનામાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદના માથક ગામે સુંદરીભવાની જવાના રોડ પાસે ડમ્પરચાલકને આંતરી જૂની અદાવત મામલે એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ડમ્પરચાલકે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિષ્ણુભાઇ મયાભાઇ દેકાવડીયા (ઉ.વ ૨૪ ધધો ડ્રાઇવિંગ રહે,ગામ ખેતરડી તા હળવદ) એ આરોપી વિજયભાઇ ઉર્ફે અંકલો ભુપતભાઇ (રહે.માથક તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇ તા. ૧૧ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામા માથક ગામે સુંદરીભવાની જવાના રોડ પાસે આરોપીએ ફરીયાદી સાથેની જુની અદાવતના કારણે ફરીયાદી પોતાનુ ડમ્પર વાહન લઇને પોતાના ઘર તરફ જતા હતા. આ વખતે આરોપી તેનુ બાઇક લઇ ફરીયાદીના ડમ્પર આગળ ઉભુ રાખી ફરીયાદીપાસે આવી તેમને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી હળવદ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. એ.એમ.ઝાપડીયા વધુ તપાસ ચાલવી રહ્યા છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..