મેલેરીયા નાબુદી કાર્યક્રમ હેઠળ ગ્રામજનોને મચ્છરદાનીનુ વિતરણ કરાયું મોરબી : મોરબીના આમરણ ગામે આવેલ પીએચસી કેન્દ્ર ખાતે ફાયર સેફટી સંદર્ભ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સંભવિત દુર્ઘટનાના સમયે ફાયર સેફટીના સાધનોનો કેવી રૂટ ઉપયોગ કરવો તે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સાથોસાથ મેલેરીયા નાબુદી કાર્યક્રમ હેઠળ ગ્રામજનોને મચ્છરદાનીનુ વિતરણ કરાયું હતું. આમરણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન તેમજ ફાયર સેફટી સંદર્ભ ફાયર સેફટી મોકડ્રીલ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબીના માર્ગદર્શન હેઠળ મેલેરીયા નાબુદી કાર્યક્રમ-2022 અભિયાન અંતર્ગત વાહકજન્ય રોગચાળા નાબુદીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ દ્વારા જુના આમરણ તથા બેલા ગામે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી તરફથી ફાળવેલ મચ્છરદાનીનુ જિલ્લા પંચાયત સદસ્ય નિમેશભાઈ ગાંભવા તથા આમરણ ગામના સદસ્ય મનુભાઈ ટોયટાના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતુ. તથા ગામના લોકો મચ્છરદાનીનો વધારેમા વધારે ઉપયોગ કરે તેના વિશે મેડિકલ ઓફિસર ડો. જે. આર. ગાંભવા દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..