મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજની વાડી પાસે આવેલ ગુરુકૃપા વોટર સપ્લાય કારખાનામાં કામ કરતી વેળાએ અશોક ધીરુભાઈ પરમાર ઉ.18, રહે. પંચાસર ગામ વાળાને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.