ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ધનજીભાઈ પટેલની વાડીએ કામ કરતી વેળાએ ટંકારા ગામે રહેતા અજયભાઈ મુકેશભાઈ મકવાણા ઉ.22 નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.