મોરબી : મોરબીના સામાકાંઠે અનંતનગરમાં રહેતા પરિણીતાએ વાવડી રોડ ઉપર ત્રિમૂર્તિ સોસાયટીમાં પિતાના ઘેર એસિડ ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અનંતનગરમાં રહેતા હેતલબેન દિનેશભાઇ સુરેલીયા ઉ.38 નામના પરિણીતાએ ગત તા.9ના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેમના પિતાના ઘેર ત્રીમુર્તી સોસાયટી વાવડી રોડ ખાતે એસીડ પી જતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક હેતલબેનના દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઘટના અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.