હળવદ તાલુકાના દિઘડીયા ગામે વાડીમાં બનેલો બનાવ હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા નવઘણભાઇ ગોકળભાઇ દલસાણીયા નામના ખેડૂત કામની ઉપાધીમાં છેલ્લા બે દિવસથી જમતા ન હોય તેમના પત્ની ગીતાબેન નવઘણભાઇ દલસાણીયા ઉ.37એ જમવાનું કહેવા છતાં ન જમતા ગીતાબેનને લાગી આવતા ગત તા.3ના રોજ વાડીમાં પડેલી ઝેરી દવા પોતાની જાતે પી લેતા સારવાર દરમિયાન ગીતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.