પાણી ભરવા જતા સમયે પગ લપસતા બનેલી ઘટના ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેતમજૂરી કરવા આવેલ આદિવાસી પરિવારની પરિણીતા કુવે પાણી ભરવા જતા પગ લપસી જતા કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે મનસુખભાઇ સીતાપરાની વાડીએ રહી મજૂરી કામ કરતા ફિરકીબેન મુન્નાભાઈ બારેલા ઉ.19 નામના પરિણીતા કૂવામાં પાણી ભરવા જતા પગ લપસી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં બે માસનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.