મોરબી : મોરબી તાલુકાના હરિપર (કેરાળા) ગામની સીમમાં કેનાલના કાંઠે બેઠેલા રાજસ્થાન અને અમદાવાદના બે યુવાનોના પગ લપસી કેનાલમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના હરિપર (કેરાળા) ગામની સીમમાં આવેલ ક્લોરીસ પેકેજીંગના કારખાનામા કામ કરતા રાજસ્થાનના વતની રાહુલસિંહ રણજીતસિંહ રાવત ઉ.27 અને અમદાવાદના વતની રૂપસિંહ સગુજી પઢીયાર ઉ.45 જીવરાજભાઇ પટેલની વાડી પાસે પસાર થતી કેનાલ કાંઠે બેઠા હતા ત્યારે તેઓના પગ લપસતા બન્ને કેનાલમાં પડી જતા પાણીમાં તણાઇ જતા ડૂબી જવાથી બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.