મોરબી : મોરબી નજીક ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સગીરાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના માળીયા ચોકડીપાસે કાંતીનગરમાં રહેતી મનીષાબેન મહેશભાઇ ઉધરેશા (ઉ.વ.૧૬) નામની સગીરાને ગઈકાલે તા.૧૨ ના રોજ મોરબી નજીક આવેલ ખાખરાવાળી R.T.O. પાસે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ સગીરાના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી હતભાગી સગીરાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..