મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અમુભાઈ નરસંગભાઈ બાલાસરા ઉ.60 નામના વૃદ્ધને ગત તા.10ના રોજ છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે જોઈ તપાસી હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.