મોરબી : મોરબી રાજઘરાનાના ગાયક મહંમદભાઈ વાલેરાના પુત્ર અને સુરસાગર સંગીત કલાસીસના સંચાલક તેમજ નાલંદા વિદ્યાલય મોરબીના સંગીતગુરૂ નઝીરભાઈ વાલેરા (ઉ.વ.77)નું તા.20ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 22/02/2022 ને મંગળવારના રોજ સમય સાંજે 4 થી 6 તેમનાં નિવાસ સ્થાને 'વાલેરા પાર્ક', વજેપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો.97127 37455, 98799 30566) ઉલ્લેખનીય છે કે મોરબીના સંગીતગુરૂ નઝીરભાઈની સંગીતની સાધના, અવિરત સેવાથી જ્ઞાન મેળવનારા અનેકાનેક સંગીતપ્રેમી અને શિષ્યો માટે આ દુઃખદ સમાચાર બની રહ્યા છે. તેમજ સ્વ. નઝીરભાઈ વાલેરાના માર્ગદર્શનથી તેમના શિષ્યોએ સંગીત ક્ષેત્રે મોરબીનું ગૌરવ વધાર્યું છે.