ટંકારા : ટંકારાના બંગાવડી ગામે મેઘપર જવાના રસ્તે આજે વીજ પોલ ઉપર શોક લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું છે. બંગાવડી ગામના હસમુખભાઈએ વિગતો આપતા જણાવ્યું કે આ મામલે પીજીવીસીએલના કર્મચારીઓને જાણ કરી હતી. તેઓએ ઘટના સ્થળે આવી ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે.