મોરબી : મૂળ લૂંટાવદર હાલ મોરબી નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ હરીશભાઈ વજેશંકર જોશી (ઉ. વ. 62) ( જે. કે. ક્લોક પાર્ટ ) તે સ્વ. વજેશંકર જેઠાલાલ જોશીના પુત્ર, કિશોરભાઈ વજેશંકર જોશીના નાના ભાઈ, આદર્શભાઈ જોશી તથા જાનવીબેનના પિતા, ચિરાગકુમાર વીરેન્દ્રભાઈ દવેના સસરા, દર્શનભાઈ, ભાવિકભાઈના કાકા, સ્વ.જટાશંકર રામચંદ્ર જાનીના જમાઈનું તારીખ 4-1-2025ના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ 6-1-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે ચા. મ. મોઢ વાડી, 10-11 સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.