મોરબી : મોરબી નિવાસી નવલખીવાળા ગુણવંતરાય કલ્યાણજીભાઈ મોરી નિવૃત પોર્ટ કર્મચારી (ઉંમર વર્ષ 78) તે સ્વ. જેઠાભાઈ, સ્વ.નારણભાઈના ભાઈ, તે જીતેશભાઈ, રમેશભાઈ તથા શોભનાબેનના પિતા, તે પ્રકાશભાઈના કાકા, તે રવિભાઈ, દેવાંગભાઈ, મિતભાઈ, માનસીબેન, વૈશાલીબેન, ફોરમબેનના દાદા, તે વર્ષાબેનના મોટા બાપુ, અશ્વિનભાઈ સોલંકીના સસરા તથા અર્જુનભાઈ સોઢાના મોટા સસરાનું તા.1/6/2022ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણુ તા.3/6/2022 ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.