વાંકાનેર : વાંકાનેરના કુબાપીઠ રઘુનાથજી મંદિરના અગિયારમાં આચાર્ચ મહંત છબીરમદાસજી મહારાજનું તારીખ 30 જુલાઈને મંગળવારના રોજ રાત્રે 8-30 નિધન થયું છે. બાપુના દેહત્યાગથી ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બાપુના અંતિમ દર્શન આજ રોજ 31 જુલાઈ ને બુધવારે સવારે 8-30 થી 11 કલાક સુધી થઈ શકશે અને અંતિમ પાલખી યાત્રા આજે સવારે 11 કલાકે નીજ મંદિરેથી નીકળશે.