હળવદ : હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા હેમાંગીબેન જયકુમાર પટેલ ઉ.34 નામના પરિણીતા પોતાના ઘેર પાણીથી છત ધોતા હતા ત્યારે વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.