મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી ગત તા.16ના રોજ અર્ધ બેભાન હાલતમાં મળી આવેલા અંદાજે 45થી 50 વર્ષના અજાણ્યા પુરુષને સારવાર માટે 108 મારફતે રાજકોટ ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલીવારસોની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.