મોરબી : મોરબીના બોનીપાર્કમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા ગોરધનભાઇ લાલજીભાઇ સરડવા ઉ.65 નામના વૃદ્ધ અગાસી ઉપર કોઈપણ કારણોસર બેભાન થઇ ઢળી પડતા પ્રથમ ખાનગી બાદ સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.