હળવદ : હળવદમાં આજે વહેલી સવારે પંચર સાંધવાનું કામ કરતા પૌઢનું સામતસર તળાવમાં પાણી ભરવા જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. તરવૈયાઓની ટીમ દ્વારા મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ માળીયા રોડ પર આવેલ હરીદર્શન ચોકડી પાસે પંચર સાધવાનું કામ કરતા કમલેશભાઈ રાઠોડ નામના 50 વર્ષિય પ્રૌઢ વહેલી સવારે સામંતસર તળાવ કાંઠે પાણી ભરવા માટે ગયા હતા એ વેળાએ તેમનો પગ લપસી જતાં તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બનાવની જાણ આજુબાજુના લોકોને થતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવી બનાવની જાણ તરવૈયાઓને કરતા તેઓ તેઓની ટીમ સાથે તળાવકાંઠે દોડી આવ્યા હતા અને તળાવમાં ડૂબી ગયેલ કમલેશભાઈની લાશને બહાર કાઢી પી.એમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.