મોરબી : મોરબીના રફાળીયા પાવર હાઉસ નજીક ગઈકાલે વહેલી સવારે વાંકાનેર રોયલ પાર્કમાં રહેતા નિરંજન હિંમતલાલ સોલંકી ઉ.26 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.