મોરબી : મોરબીના પીપળીયા આમરણ રોડ ઉપર વિરપરડા ગામ નજીક પેપરમિલમાં કામ કરતો લાલુ મહલદાર ઇટલવા રહે.લેમનજા પેપરમિલ, પીપળીયા આમરણ રોડ, મૂળ રહે.ઝારખંડ નામનો યુવાન ગત તા.7 સપ્ટેમ્બરના રોજ કારખાના સામે ઇંડાની લારીએથી ઈંડા લઈ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.