વેલવિન લેમીનેટ એલ.એલ.પી.ફેકટરીમાં મોટરથી કેમિકલ ચડાવતી વખતે બનેલી દુર્ઘટના હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ લેમિનેટ ફેકટરીમાં મોટર દ્વારા કેમિકલ ચડાવતી વખતે પાઇપ લીકેજ થતા કેમિકલ ઉડવાથી બે શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા જે પૈકી એક યુવાન શ્રમિકનું સારવાર દરમિયાન અમદાવાદ રીફર કરવામાં આવતા રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલી વેલવિન લેમીનેટ એલ.એલ.પી.નામની ફેકટરીમાં કામ કરતા બલવાનસિંહ જીવનસિંહ દેવડા ઉ.21 અને ભવાનસિંહ વિક્રમસિંહ મકવાણા ઉ.45 નામના શ્રમિક ગત તા.25ના રોજ વેસલ વિભાગમાં કેમીકલ પાઇપલાઇન દ્રારા મોટરથી ઉપર ચડાવતા હતા ત્યારે અકસ્માતે પાઇપ લીકેજ થતા બન્નેને શરીરે કેમિકલ ઉડતા બન્ને જણા દાઝી જતા સારવાર માટે હળવદની શ્રીજી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હતા. જેમાં ભવાનસિંહની તબીયત સારી થઇ જતા રજા આપેલ અને બલવાનસિંહને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવતા રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.