મોરબી : મોરબીના ધૂળકોટ ગામે યુવતીએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હતુ. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ધુળકોટ ગામે રહેતી તોરલબેન અરવિંદભાઇ કુબાવત (ઉ.વ.૨૨) નામની યુવતીએ ગઈકાલે તા.૧૮ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હતું. બાદમાં યુવતીના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.