મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલ સામે આવેલ રંગોલી ખમણ હાઉસ નામની દુકાનમાં ખમણ બનાવતા સમયે ગેસ ચાલુ કરવા જતા ગત તા.2ના રોજ આગ લગતા મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અજય નાયક ઉ.30 નામના યુવાન ગંભીર રીતે દાઝી ગયા હતા જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.