મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ સિમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા મહમદ અહેસાન સમસૂલ શેખ ઉ.31 નામના યુવાનનું મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.