વહેલી સવારે ચા બનાવવા જતા સમયે બનેલી ઘટનામોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તાથી નવલખી જવાના રસ્તા ઉપર આવેલ બેકરીમાં ગત તા.19 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ચા બનાવવા જતા ગેસ લિકેજને કારણે આગ લાગતા દાઝી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર આવેલ બાલા નામની બેકરીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની પલ્લુરામ તોતારામ નિશાદ ઉ.19 નામનો યુવાન ગત તા.19 ડિસેમ્બર 2024ના રોજ વહેલી સવારે ચા બનાવવા કિચનમાં જતા ગેસનો વાલ્વ ખુલો રહી ગયો હોવાથી લાઈટરથી ગેસ ચાલુ કરવા જતા જ અચાનક ભડકો થતા પલ્લુરામ દાઝી જતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.6 જાન્યુઆરીના રોજ મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.