મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર રહેતો યુવાન પાંચેક માસ પૂર્વે ભૂલથી પોતાના ઘેર ગ્લાસમાં ભરેલ એસિડ પાણી સમજીને પી જતા સારવાર માટે મોરબી બાદ અમદાવાદ ખસેડેલ અને તબિયત સારી થયા બાદ ફરી તબિયત લથડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભીમાસર વિસ્તારમાં રહેતા દેવજીભાઇ ઠાકરશીભાઇ વાણીયા ઉ.30 નામનો યુવાન ગત તા.11/05/2023ના રોજ પોતાના ઘેર એસિડ ભરેલ ગ્લાસને પાણી સમજી ભૂલથી પી જતા પ્રથમ મોરબી બાદ અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવેલ અને તબિયત સારી થઇ ગઈ હતી જો કે, ગત તા.4ના રોજ ફરી તબિયત લથડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન દેવજીભાઈનું મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.