વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામમાં રહેતા યુવકે ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ થયું છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 7ના રોજ અગાભી પીપળીયા ગામમાં રહેતા 35 વર્ષીય સુરેશભાઇ ખેંગારભાઇ પરમાર બપોરના 12 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા. ત્યારે કોઇપણ કારણોસર ઝેરી દવા પી ગયા હતા. આથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate