વાંકાનેર : વાંકાનેરનાં જીનપરા વિસ્તારમાં નવા મકાનના કલરકામ વેળાએ 11 કેવીની વિજલાઈનને અડકી જતા એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે બીજા એક યુવાનને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ મહાવીર જીન વાળી શેરીમાં નવાં મકાનના કલરકામ દરમિયાન બીજા માળેથી 11 કેવીની વીજલાઇનને અડકી જતા આમદભાઈ સિદ્દીકભાઈ સાયર અને સિકંદરભાઈ જાનમહંમદ મોવરને શોક લાગ્યો હતો.વિજશોક લાગવાથી આમદભાઈ બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હતા. જ્યા તેમનું મોત થયું હતું. જ્યારે સિકંદરભાઈને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.