મોરબી : મોરબીના ગિડચ ગામે પીજીવીસીએલની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું વીજ પોલ માથે પડવાથી મોત નીપજ્યું છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પંથકમાં આ વર્ષે ચોમાસામાં પીજીવીસીએલનો બેદરકારીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. હવે ચોમાસુ ચાલ્યા ગયા બાદ પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. વરસાદના કારણે વિજપોલને ભારે નુકશાન થયું હોય પરંતુ આવા વિજપોલને હટાવવાની તસ્દી લેવામાં ન આવતા પાનેલી અને ગિડચ ગામ વચ્ચે એક વિજપોલ અચાનક ધરાશાયી થયો હતો. આ વિજપોલ માથે પડતા કનુભાઈ ખુમાનભાઈ નાયક ઉ.વ.27નું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.