મોરબી : માળીયા તાલુકાના નાની બરાર ગામે રહેતા રાજેશભાઇ મંગાભાઇ ચૌહાણ ઉ.40 નામના યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ માળીયા બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.