મોરબી : મોરબીમાં ફેક્ટરીમાં પતરા લગાવવાનું કામ કરી રહેલા યુવકને વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબીમાં ત્રાજપર (ખારી) ગામમાં રહેતા 22 વર્ષીય રવિભાઇ લક્ષ્મણભાઇ સીરોયા ગત તા. 8ના રોજ 11 વાગ્યે ત્રાજપર ચોકડી નજીક ગેલેક્ષી ડમ્પર કારખાનામાં પતરા લગાવતા હતા. ત્યારે ઇલેકટ્રીક વાયરથી વીજશોક લાગતા શરીરે દાજી ગયા હતા. આથી, પ્રથમ સારવાર મોરબીની પ્રાઇવેટ હોસ્પીટલ બાદ રાજકોટની સીવીલ હોસ્પીટલ ખાતે કરાવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તેનું મૃત્યુ થયું હતું.