મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં ખેવરિયા જવાના રસ્તે સોમાભાઇ પ્રભુભાઇ કુરીયા ઉ.42, રહે.ખાખરાળા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.