મોરબી : મોરબીના રણછોડનગરમાં રહેતા યુવાને ટીમ્બડી ગામના પાટિયા નજીક અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હસમુખભાઇ જેન્તીભાઇ કવૈયા, ઉ.વ.૩૮ રહે.રણછોડનગર મોરબી વાળાએ કોઈ અગમ્ય કારણોસર ટીંબડી ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે એડી નોંધી છે. વધુમાં મૃતક હસમુખભાઈએ ક્યાં કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી છે તેનું કારણ જાણવા મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..