હળવદ : હળવદ નર્મદા કેનાલમાં ન્હાવા પડવાને કારણે વધુ એક યુવાનનું મોત થયું છે. પોતાને પાણીમાં તરતા ન આવડતું હોવા છતાં ગઈકાલે હરીદર્શન હોટલ પાછળ નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ધરમકુમાર રમેશભાઈ રાજપરા રહે. હળવદ બસ સ્ટેશન પાછળ વાળા પાણીના પ્રવાહમાં તણાઈ જતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે.