વાંકાનેર સરતાનપર નજીક આવેલી સેટમેક સિરામીક ફેકટરીમાં બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ સેટમેક સિરામીક ફેકટરીમાં માટી ખાતામાં કામ કરતી વેળાએ મશીનના બેલ્ટમાં હાથ આવી ગયા બાદ પરિણીતાને માથામાં ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર નજીક આવેલ સેટમેક સિરામીક ફેકટરીમાં માટી ખાતામાં મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના નરવાણીયા ગામના વર્ષાબેન નગીનભાઇ નાયકા ઉ.32 કામ કરતા હતા ત્યારે મશીનના પટ્ટામા હાથ આવી જતા માથામા ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું જતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.