મોરબી : મોરબીના લીલાપર પાસે આવેલ પેપર મિલ કારખાનમાં અકસ્માતે દાઝી જનાર શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર નજીક આવેલ રાધેશ્યામ પેપર મિલ કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા અલ્તાફ આલમ આરીફ અલી (ઉ.વ. 28) નામનો યુવાન ગત તા. 29 સપ્ટેમ્બરના રોજ પેપર મિલના બોઇલરનો વાલ્વ રીપેર કરતો હતો. તે દરમ્યાન અચાનક બોઇલરમાંથી ગરમ પાણી ઉડતા શ્રમિક આખા શરીરે દાઝી ગયો હતો. આથી, તેને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ગત તા.8 ઓક્ટોબરે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate