મોરબી : મોરબી તાલુકના બેલા રંગપર ગામની સીમમાં ઇવીટી સ્ટોન નામના મારબલના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં ઉચાઈથી નીચે પટકાઈ જતા મરોતિભાઈ રમેશભાઈ બ્રહ્મણે નામના 29 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.