પતરા ચડાવતી વખતે સર્જાઈ દુર્ઘટના મોરબી : મોરબી શહેરના ભડિયાદ નજીક આવેલ મિલેનિયમ વિટરીફાઇડ સિરામિક ફેકટરીમાં શેડ ઉપર પતરા ચડાવતી વખતે દિનેશભાઇ લધુભાઈ વરાણીયા ઉ.43 રહે.ત્રાજપર, મોરબી વાળા અકસ્માતે ઉંચાઈ ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.